શ્રી લોહાણા મહાપરિષદ ચંદ્રપુર જિલ્લાની દ્વિતીય બેઠક ૬ સપ્ટેમ્બર 2026 ના

મૂલ ( પ્રા. ચંદ્રકાંત મણિયાર )

શ્રી લોહાના મહા પરિષદ વિદર્ભ ઝોન 12 ચંદ્રપૂર જિલ્લાના કારોબારી પદાધિકારીઓ, મહિલા તથા યુવાઓની દ્વિતીય બેઠક 6 સપ્ટેમ્બર 2026 ના ચંદ્ર લોક સિલેબ્રેશન, દાતાલા રોડ,ચંદ્રપુરમાં સવારે 11 થી 2 વાગ્યા સુધી આયોજિત કરવામાં આવેલ છે.

      આ બેઠકમાં શ્રી લોહાણા મહાપરિષદ ના રાષ્ટ્રીય પ્રમુખ,  વિદર્ભ ઝોન 12 ના પ્રમુખ તથા માનદ મંત્રી નું વિશેષ માર્ગદર્શન કરવામાં આવશે. આ બેઠકમાં પદાધિકારીઓ તથા સદસ્યોએ ઉપસ્થિત રહેવાની અપીલ લોહાના મહા પરિષદ વિદર્ભ ઝોન ચંદ્રપુર જિલ્લાના અધ્યક્ષ શ્રી દિનેશભાઈ નથવાની તથા મા.મંત્રી શ્રી હર્ષદ રૂખિયાના દ્વારા કરવામાં આવેલ છે.

   આજ દિવસે સ્થાનિક ચંદ્રપૂર ના પ્રિયદર્શની ઇન્દિરા ગાંધી હોલમાં ગુજરાતી હાસ્ય નાટક ગોટાળા સમ્રાટ લાલજી નું સાંજે 7 વાગ્યે આયોજન કરવામાં આવેલ છે.